Description :
Terrain Robots REACH BEYOND YOUR GRASP Terrain robots are robots that are used for surveillance, research & surveying and other tasks where the terrain is difficult to move through, such as thick forests or uneven rocks. These are rugged robots that are made to operate under rough conditions and are hence best suited for the military as well as search and rescue operations. MILITARY’S WATCHDOG Packbots are a standard example of terrain robots and have been used in military operations in Afghanistan and Iraq. They were also used to look through the debris after the attack on the WTC and later in the inspection of the damaged Fukushima nuclear plant after the Tōhoku earthquake and tsunami. GO ANYWHERE Weighing less than 14 kg, this rugged robot can easily move over rough and uneven terrain, climb stairs as well as manipulate objects dexterously through a wearable controller. The robot is also easy to carry and can be deployed in packs while on the move. Designed to operate in all weather conditions, this waterproof and shockproof robot can move with a maximum road speed of 10 km/hr. It can even traverse through a water depth of 15.2 cm and is small enough to reach places where soldiers cannot or should not go. All-terrain robots can be easily regarded as the future of search and rescue missions as well as a future means of fighting wars. TRIVIA The payload can be changed and deployed in under two minutes. The controller is based on video game controllers, ensuring easy adoption by young soldiers. SEARCH & RESCUE ROBOTS DISASTER MANAGEMENT AND TECHNOLOGYSearch and Rescue is the application of robotics that is dedicated to locating casualties in such disasters and initiating rescue operations. Combining various different technologies and machines, we can reduce the loss of life and attend to the casualties caused by such events. These operations commonly involve all-terrain robots to move through the rubble and reach areas where it would be hazardous for a man to go. Other scenarios include war casualties, mountain rescue and cave rescue. A MACHINE SAVIOUR? The PackBot Explorer is a variant of the PackBot that can be fitted with a payload that peeks over obstacles or cover by elevating its camera head. It is equipped with multiple cameras, laser pointers, audio and other sensors Initially developed with the support of DARPA, more than 3,500 PackBots have been delivered by Endeavor Robotics, previously known as iRobot. They have further inspired the development of many different search and rescue robots. Apart from PackBots, robots such as the RSTAR, SmokeBot, MIT’s blind Cheetah are already saving lives, proving to be more effective than humans. MEDICAL ROBOTS MEET YOUR NEW DOCTOR Medical robots come in different types, serving a vast range of purposes. These include Surgical robots, Rehabilitation robots, Biorobots, Telepresence robots, Pharmacy automation, Companion robots, and Disinfection robots. MEDICINE TODAY: ROBOT ASSISTED SURGERYThe da Vinci Surgical System is one of the most ubiquitous medical robots and is the standard for Robot-Assisted Surgery today. With a remarkable improvement over conventional laparoscopy, this advanced robotic platform allows surgeons to perform complex minimally invasive surgeries with high precision and accuracy. The da-Vinci System has been successfully used for general surgery, Gynecology, treatment of lung and prostate cancer and urological conditions. IF THAT DOESN’T CONVINCE YOURobot doctors may sound too futuristic, but robot-assisted surgery through da Vinci system is commonplace today. More than 1,700 da Vinci systems are already installed in hospitals worldwide. Since the FDA approval in 2000, more than 3 million minimal invasive surgeries have been performed with da Vinci systems and a new one begins every 42 seconds. Three out of four prostate cancer surgeries in the U.S. are performed using the da Vinci Surgery. Other robots in the category include the TSolution One, Flex Robotics system, and the ARTAS. SURGEON CONSOLE Provides high-definition, 3D image from inside of the patient’s body. Master controls used to translate the surgeon’s hand movements to movements of surgical instruments. VISION SYSTEM Equipped with high-definition 3D endoscope and an image processing unit, the vision system offers realistic images of the patient’s body. There is also a wide screen view which provides surgical assistance near the patient side for a broader visualization of the ongoing procedure. ENDOWRISTINSTRUMENTS The surgeon has access to a full range of Endowrist instruments during the operation. These instruments are designed with seven degrees of motion, far better than the human wrists. Patient Side Cart Multiple robotic arms that function according to the surgeon’s commands. WALL CLIMBING GECKO ROBOT The Gecko robot uses an adhesive material that mimicks the lizard's ability to stick to the wall and move up. This adhesion is possible due to the Van der Walls forces created by the tiny fibers on the lizard's feet and the wall surface.The revolutionary synthetic material mimicking a gecko foot was discovered by Andre Geim and fellow researchers at the University of Manchester in 2003. Since the robot is capable of moving up the wall without any external power, it is cost-effective and is often used for pick and place applications. Gecko robot sets an example of how our understanding about the fundamental forces of nature can help us in looking at an unsolved problem from a different direction altogether. IMPELLER-BASED WALL CLIMBING ROBOTRobots are primarily meant to reduce manual labour so that men can focus on intelligent tasks and wall climbing robots are a prime example of this. Impeller-based robot is another example of a robot that utilizes vacuum adhesion technique to move on the wall surface. It houses an impeller pump operated by an electric motor, which generates vacuum to allow the robot to adhere to the wall. The wheels allow the robot to move up or down the wall. These types of robots are often light in weight and are useful in wall cleaning applications. MAGNETIC WALL CLIMBING ROBOT These types of robots utilize the principle of magnetism to move up a metallic surface. The robots are equipped with either electromagnets or permanent magnets using different configurations to achieve locomotion. Magnetic wall climbing robots are widely used in outdoor applications, especially within industries for the inspection of ferromagnetic surfaces such as gas or oil tanks. Using different tools and sensors, these robots can detect cracks, corrosion and welding defects on complex industrial structures with better efficiency and precision. SUCTION CUP WALL CLIMBING ROBOTSuction robot, as the name implies, has suction cups as its legs. These legs are operated through a vacuum pump which creates a negative air pressure on the flat wall surface, allowing the robot to adhere to the wall. The robot is capable of moving upwards or downwards through pneumatic actuators. These types of robots are often useful in industrial settings, such as inspecting a machine or a part located in closed cavities and hazardous environments. However, one of the drawbacks of suction-based wall climbing robots is that these can only operate on a flat surface such as glass walls or finished metal surfaces. WEIGHT SHIFTING ROBOT Weight shifting robots are an advanced form of wall climbing robots that utilize foot and handholds to climb a wall, similar to a human climber. It utilizes algorithms that include a sophisticated load-balancing system to distribute the weight to the legs and arms evenly for greater stability when shifting between the supports during the climb. With advances in technology, weight shifting robots can be utilized in planetary exploration missions such as scaling uneven martian cliffs to uncover more geological information about the Red Planet. These robots are equally useful in search and rescue applications. MICRO ROBOTS- THE LITTLE ONES Robots that are less than 1mm in size are known as microbots. The initial research on these robots was done in the 1970’s by the U.S. Intelligence agencies. This classified research was to analyse their possible usage in rescue assistance and electronic intercept missions. Today, the three major areas of research in this field are power supply, flight and the use of “robot swarms”. Robot swarms are swarms of microbots that work in unison to achieve specific goals. They use signals such as the WiFi to coordinate their movements. INSPIRED BY NATURE Developers are making use of biomimetics to overcome the challenges they face in applying the “macro” technologies to microscopic robots. Biomimetics refers to the imitation of natural systems to solve human problems and often finds implementations in technology. For example, biological motors can be used as power sources for these tiny robots, which can not carry large batteries for power supply. CHILD’S PLAYThe popularity of microbots as toys has grown significantly in the past years, with brands like Hexbug providing many child friendly microbots. These are fascinating machines but there are many potential applications that they can have with future developments. These robots can have a huge application in search and rescue operations. There is still tremendous research scope for such robots. DOMESTIC AND FLOOR CLEANING THE HOUSEKEEPING STAFF Machines are now sophisticated enough to operate without much supervision. By making use of the latest technologies, they can navigate their way around the house, perform the tasks they’re programmed for, and alert you for refills, recharge, etc. This is the case with the OysterBot, the current state of the art floor vacuum cleaner. It is the fastest cleaning bot in India and provides the longest battery life. It comes with a water tank that is used for wet cleaning. It can operate autonomously, keeping your house clean without any intervention. Swash, on the other hand, is a dry cleaning robot that can clean and iron your clothes within 10 minutes without using any external agents such as water or petroleum based solvents. This increases the life of your clothes while saving time and money as well. AUTONOMOUS HOME-SERVICE Household chores are tasks that are important for a healthy life but take up time and energy. They often get neglected, particularly in the case of coming generations. Tasks such as mopping or cleaning could even cause muscle fatigue and in some cases, sprains. It is therefore natural to expect applications of robotics in housekeeping. While machines such as automatic washing machines, dishwashers, etc., have been around for a long time, several other devices meant for housekeeping tasks are seeing adoption by the society today.
વધુ વિગત :
સ્થલીય રોબોટ્સ સ્થલીય રોબોટ એટલે એવા રોબોટ્સ જેનો ઉપયોગ ખાસ કરીને જ્યાં ગાઢ જંગલ કે ઉંચા-નીચા ખાડા-ટેકરામાંથી પસાર થવાનું મુશ્કેલ હોય ત્યાં દેખરેખ, સંશોધન અને મોજણીના કામો માટે થાય છે. આ ખૂબ સખ્ત રોબોટ છે જે કોઈપણ વિકટ સ્થિતિમાં પણ કામ કરી શકે તેના માટે તૈયાર કરાયા છે અને માટે સૈન્ય તથા શોધ અને બચાવ કામગીરીઓમાં શ્રેષ્ઠતમ રીતે ઉપયોગી છે. મીલીટરીનો વોચડૉગ પેકબૉટ્સ સ્થલીય રોબોટ્સનું પ્રમાણભૂત દ્રષ્ટાંત છે અને તેનો ઉપયોગ અફધાનિસ્તાન અને ઈરાકની સૈન્યની કામગીરીઓમાં કરવામાં આવેલ હતો. ઉપરાંત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલા પછી તેના કાટમાળમાં શોધખોળ કરવા અને ત્યારબાદ ટોહોકુમા ભૂકંપ અને સુનામી બાદ ફુકુશીમા ન્યુક્લીઅર પ્લાન્ટમાં થયેલ નુક્સાનનો તાગ મેળવવા તેનો ઉપયોગ કરાયો હતો. ગમે ત્યાં જઈ શકે ૧૪ કિલોથી પણ ઓછા વજનનો આ સખ્ત રોબોટ ખરબચડી અને ઉંચી-નીચી કોઈપણ સપાટી પર ચાલી શકે કે પગથિયા પણ ચઢી શકે છે. તથા એક વેરેબલ કન્ટ્રોલર ની મદદથી ચાલાકીપૂર્વક ચીજવસ્તુઓની હેરફેર પણ કરી શકે છે. રોબોટની હેરફેર કરવી સરળ છે અને ચાલતા વખતે તેને પેક્સ (બેંગ)માં પણ રાખી શકાય છે. ગમે તેવા હવામાનમાં પણ કામ કરી શકે તે રીતે તૈયાર કરાયેલ આ વોટરપ્રુફ અને શૉકપ્રુફ રોબોટ મહત્તમ ૧૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે. તે પાણીમાં ૧૫.૨ સેમી.ની ઉંડાઈએ પણ જઈ શકે છે તથા સૈનિકો ન પહોંચી શકે તેવા સ્થળોએ પહોંચવા માટે નાનકડું કદ ધરાવે છે. બધા સ્થલીય રોબોટ્સ ને સહજ રીતે શોધ અને બચાવ મિશન નું ભવિષ્ય માની શકાય છે અને યુદ્ધમાં લડવા માટે ભવિષ્યનું શસ્ત્ર પણ ગણી શકાય. ત્રિવિયા (સામન્ય જ્ઞાન) પેલૉડને ને માત્ર બે મિનિટના સમયમાં જ બદલીને ફરી ગોઠવી શકાય છે. વિડીયો ગેમ કન્ટ્રોલર્સ આધારીત નિયંત્રણ તૈયાર કરાયા છે જેનાથી યુવા સૈનિકો તેને સરળતાથી ચલાવી શકે છે. શોધ અને બચાવ કામગીરીના રોબોટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને ટેકનોલોજી મોટી હોનારતોમાં ગુમ થયેલ જાનમાલને શોધી કાઢવા અને બચાવ કામગીરીઓ હાથ ધરવા માટે ‘શોધ અને બચાવ‘ એ રોબોટીક્સની સમર્પિત એપ્લીકેશન છે. અનેકવિધ તકનીકો અને યંત્રોના સંયોજનથી આપણે જાનમાલના નુક્સાનને ઘટાડી શકીએ છીએ અને આવી ઘટનાઓના પરીણામે થતા જાનમાલની ખુવારીમાં બચાવ કામગીરી નિભાવી શકીએ છીએ. આવી કામગીરીઓમાં સામાન્ય માનવીને જ્યાં પહોંચવું ખૂબ જોખમભર્યું હોય ત્યાં કાટમાળમાંથી પસાર થઈ પહોંચી કામગીરી નિભાવવા માટે ‘ઑલ-ટેરેન રોબોટ્સ’નો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય ઘટનાઓ જેવી કે યુદ્ધમાં ઘાયલો માટે તથા પર્વત કે ગુફાઓમાં બચાવ કામગીરી માટે તે ઉપયોગી છે. ‘પેકબોટ એક્સપ્લોરર’ તે પેકબોટનો એક પ્રકાર છે જેને અવરોધોને પાર કરવા માટે અથવા તેનું કેમેરા હેડ ઉંચુ કરી કવર કરવા માટે પેલૉડ જોડે ફીટ કરી શકાય છે. તેમાં વિવિધ કેમેરા, લેઝર પોઈન્ટર અને ધ્વનિ તથા અન્ય સેન્સર્સ બેસાડેલા છે. પ્રારંભિક તબક્કે DARPAના સહયોગથી Endeavor Robotics (iRobot નામે જાણીતા) દ્વારા 3,500થી વધુ પેકબોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે વિવિધ શોધ અને બચાવ કામગીરીના રોબોટ્સ તૈયાર કરવા પ્રેરણા પૂરી પાડી હતી. અને માનવ કરતાં પણ વધુ અસરકારક પુરવાર થયા છે. મેડીકલ રોબોટ્સ ચાલો તમારા નવા ડૉક્ટરને મળીએ મેડીકલ રોબોટ્સ જુદા જુદા પ્રકારના હોય છે જે અનેકવિધ સેવાઓ પૂરી પાડવા તૈયાર કરાયેલ છે. જેમાં શસ્ત્રક્રીયા કરતાં સર્જીકલ રોબોટ્સ, રીહેબીલીટેશન (પુર્નવસન કરતાં) રોબોટ્સ, બાયોરોબોટ્સ, ટેલીપ્રેઝન્સ રોબોટ્સ, ફાર્મસી ઓટોમેશન, કમ્પેનિયન રોબોટ્સ અને ડીસઈન્ફેક્શન (જીવાણુનાશક) રોબોટ્સ વિગેરે સામેલ છે. મેડીસીન ટુડે – રોબોટ આધારીત શસ્ત્રક્રીયા ધી દા વિન્ચી સર્જીકલ સિસ્ટમ એ સર્વવ્યાપક મેડીકલ રોબોટ્સ પૈકીની એક છે અને આજના યુગમાં રોબોટ આધારીત શસ્ત્રક્રીયા માટે તે પ્રમાણભૂત છે. પારંપરિક લેપ્રોસ્કોપી ઉપર ના એક નોંધપાત્ર સુધારા સહિતની આ અત્યાધુનિક રોબોટીક પ્લેટફોર્મ થી સર્જન વધારે ચોક્સાઈપૂર્વક જટીલ અને નાનામાં નાનો વાઢકાપ કરીને શસ્ત્રક્રીયા કરી શકે છે. સામાન્ય શસ્ત્રક્રીયા, પ્રસૂતિ, ફેફસાની સારવાર, પ્રોસ્ટેટ કેન્સરની સારવાર તથા મૂત્રાશયને લગતી સારવારમાં ધી દા વિન્ચી સર્જીકલ સિસ્ટમનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. જો તે તમને દ્ઢપણે ગળે ઉતરતું ના હોય તો રોબોટ ડૉક્ટર્સનું ભવિષ્ય વધુ પડતું લાગતું હશે પણ ધી વિન્સી સિસ્ટમ થકી રોબોટ આધારીત શસ્ત્રક્રીયા આજે રોજીંદા જીવનમાં વણાઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં આજદીન સુધી ૧૭૦૦થી વધુ દા વિન્સી સિસ્ટમો સ્થાપિત અને કાર્યરત છે. ૨૦૦૦ની સાલમાં FDAની મંજૂરી મળ્યેથી ધી દા વિન્સી સિસ્ટમ થકી ૩૦ લાખથી વધુ નાની-મોટી શસ્ત્રક્રીયાઓ હાથ ધરાઈ ચૂકી છે તથા દર ૪૨ સેકન્ડે એક નવી શસ્ત્રક્રીયા થાય છે. અમેરિકામાં પ્રોસ્ટેટ કેન્સરની દર ચાર શસ્ત્રક્રીયામાંથી ત્રણ શસ્ત્રક્રીયા દા વિન્સી સિસ્ટમના ઉપયોગથી થાય છે. આ પ્રકારના અન્ય રોબોટમાં TSolution One, Flex Robotics સિસ્ટમ અને the ARTASનો સમાવેશ થાય છે. સર્જન કોન્સૉલ દર્દીના શરીરની અંદરની 3D ઉચ્ચ ગુણવત્તામય ચિત્ર રજૂ કરે છે. સર્જનના હાથની હલનચલનને શસ્ત્રક્રીયાના સાધનોની હલનચલનમાં પરીવર્તીત કરવા માસ્ટર કન્ટ્રોલનો ઉપયોગ થાય છે. વિઝન (દ્રષ્ટિ) સિસ્ટમ ઉચ્ચ ગુણવત્તામય 3D endoscope અને ઈમેજ પ્રોસેસીંગ યુનિટથી સજ્જ વિઝન સિસ્ટમ દર્દીના શરીરના વાસ્તવિક ચિત્રો દર્શાવે છે. ઉપરાંત ચાલુ શસ્ત્રક્રીયાને મોટા પડદા પર જોવા માટે દર્દી બાજુએ શસ્ત્રક્રીયામાં સહાયક બનતો વિશાળ સ્ક્રીન વ્યુ પણ હોય છે. એન્ડૉરીસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (સાધનો) સમગ્ર શસ્ત્રક્રીયા દરમિયાન સર્જનનને એન્ડૉરીસ્ટ સાધનની સમગ્ર શ્રેણી ઉપલબ્ધ કરાવાય છે. આ સાધનો ૭ ડીગ્રીના હલનચલનની ગતિ સાથે એવી રીતે તૈયાર કરાયા છે જે મનુષ્યના કાંડા કરતાં ઘણું સારું હલનચલન કરે છે. પેશન્ટ સાઈડ કાર્ટ અનેકવિધ રોબોટીક હાથ સર્જનના આદેશ અનુસાર કામ કરે છે વૉલ ક્લાઈમ્બીંગ (પર્વતારોહણ-દિવાલ પર ચઢાણ) GECKO રોબોટ– આ ગેકો રોબોટ ચીપકવા માટેના પદાર્થનો ઉપયોગ કરીને દિવાલ પર સરકી ઉપર-નીચે જવા માટે ગરોળી ની દિવાલ પર સરકવાની ક્ષમતાની જાણે નકલ કરે છે. ગરોળીના પગ તથા દિવાલની સપાટી પર ઝીણા ફાઈબરથી દ્વારા તૈયાર થયેલ Van der આવરણના કારણે તે આ રીતે ચીપકી શકે છે. માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં ૨૦૦૩માં આંદ્રે ગીઈમ અને તેના સાથીદાર સંશોધકો આ ભીંત પર સરકવાની નકલ કરતું ક્રાંતિકારી સિન્થેટીક મટીરીયલ શોધ કરવામાં આવેલ. કેમકે રોબોટ કોઈપણ બ્રાહ્ય ટેકા વિના દિવાલ ઉપર સરકી શકતો હોવાથી તે ઓછું ખર્ચાળ છે અને મોટેભાગે તેનો ઉપયોગ ચીજવસ્તુઓ ઉંચકીને ગોઠવવા માટેની કામગીરીમાં થાય છે. કુદરતની મૂળભૂત શક્તિઓ અંગે આપણી સમજણ કેવી રીતે વણઉકેલાયેલી સમસ્યાઓને નવી દિશાથી જોવા માટે સહાયરુપ થવાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત ગેકો રોબોટ પુરું પાડે છે. ઈમ્પેલર આધારીત દિવાલ ચઢતો રોબોટ રોબોટ તૈયાર કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય માનવ શક્તિનો ઉપયોગ ઘટાડવાનો હતો જેથી માનવી બૌદ્ધિક કાર્યો પર વધુ ધ્યાન આપી શકે અને દિવાલ પર ચઢતો રોબોટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઈમ્પેલર આધારીત રોબોટ પણ રોબોટનું વધુ એક દ્રષ્ટાંત છે જે દિવાલની સપાટી પર ચઢવા માટે વેક્યુમ એડેશન તકનીકનો ઉપયોગ કરે છે. તેમાં વિદ્યુત મોટરથી સંચાલિત ઈમ્પેલર પંપ હોય છે જે રોબોટને દિવાલ પર ચઢવા તથા ચીપકવા માટે શૂન્યાવકાશ ઉત્પન્ન કરે છે. પૈડાની મદદથી રોબોટ દિવાલની પર ચઢ-ઉતર કરી શકે છે. આ પ્રકારના રોબોટ વજનમાં હલકા હોય છે અને બાહ્ય દિવાલની સફાઈની કામગીરીમાં ઉપયોગી છે. મેગ્નેટીક વોલ ક્લાઈમ્બીંગ રોબોટ (ચુંબકત્વ ધરાવતો સપાટી/દિવાલ ચઢતો રોબોટ) આ પ્રકારના રોબોટ ધાતુની સપાટી પર ચાલવા માટેના ચુંબકત્વના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. ગતિ પ્રાપ્ત કરવા માટે વિભિન્ન ગોઠવણીઓના ઉપયોગથી આ રોબોટ્સમાં ઈલેકટ્રોમેગ્નેટ કે કાયમી ચુંબક બેસાડેલ હોય છે. દિવાલ પર ચઢતા, ચુંબક્ત્વ ધરાવતા રોબોટ્સનો ઉપયોગ મુખ્યત્વે ઔદ્યોગિક એકમોમાં બાહ્ય કામગીરીઓ ખાસ કરીને ગેસ કે તેલની ટેંકરની ફેરોમેગ્નેટીક સપાટીની ચકાસણી માટે થાય છે. વિભિન્ન સાધનો અને સેન્સર્સની મદદથી આ રોબોટ્સ કાર્યક્ષમ અને ચોક્સાઈપૂર્વક જટીલ ઔદ્યોગિક માળખાઓમાં તિરાડ, કાટ અને વેલ્ડીંગમાં રહેલ ખામીઓ શોધી કાઢે છે. સક્સન કપ વોલ ક્લાઈમ્બીંગ રોબોટ નામ જેવા ગુણ ધરાવતો સક્શન રોબોટ તેના પગમાં સક્શન કપ ધરાવે છે. વેક્યુમ પંપ દ્વારા સંચાલિત આ પગો દિવાલની સપાટી પર ઋણાત્મક હવાનું દબાણ ઉભું કરે છે જેનાથી રોબોટ દિવાલ પર ચીપકી રહે છે. ન્યુમેટીક એક્યુટેટર્સની મદદથી રોબોટ ઉપર-નીચે હરફર કરી શકે છે. આ પ્રકારના રોબોટ્સ મહદઅંશે ઉદ્યોગોમાં ઉપયોગી છે જેવા કે જોખમી વાતાવરણમાં અને સુક્ષ્મ સ્થાનોમાં બેસાડેલ પૂર્જા કે મશીનની ચકાસણી કરવી. જો કે હવાના દબાણ આધારીત સપાટી પર ચઢતા રોબોટ્સની મર્યાદા એ છે કે તે માત્ર સમતલ સપાટી જેવી કે કાચની દિવાલ કે તૈયાર ધાતુની સપાટી પર જ કામ કરી શકે છે. વેઈટ શીફ્ટીંગ રોબોટ દિવાલ પર ચઢતા રોબોટ્સની આધુનિક આવૃત્તિ એટલે વેઈટ શીફ્ટીંગ રોબોટ્સ જે માનવીની જેમ જ પગ અને હાથના પંજાનો ઉપયોગ કરે છે. તે દિવાલ પર ચઢતી વખતે ટેકાઓની વચ્ચે સ્થળાંતર વખતે કુશળતાપૂર્વક લોડ-બેલેન્સીંગ પદ્ધતિ ધરાવતા અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા પગ અને હાથના કાંડા પર એકસમાન રીતે વજન વહેંચીને ઉત્કૃષ્ટ સંતુલન જાળવે છે. ટેક્નોલોજીના આધુનિકીકરણની સાથે વેઈટ શીફ્ટીંગ રોબોટ્સનો ઉપયોગ બ્રહ્માંડના રાતા ગ્રહ પર અસમાન મર્શિયન ખડકો પર ચઢાણ કરી વધુ ભૂપૃષ્ઠ માહિતી એકત્રીત કરવા થાય છે. આ રોબોટ્સ શોધ અને બચાવ કામગીરીમાં પણ તેટલો જ ઉપયોગી છે. માઈક્રો રોબોટ્સ નાનકડા રોબોટ્સ ૧ મીમીથી પણ ઓછું કદ ધરાવતા રોબોટ્સ માઈક્રોરોબોટ્સ તરીકે ઓળખાય છે. યુ.એસ. ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા આ રોબોટ્સ ઉપર પ્રારંભિક સંશોધન ૧૯૭૦માં હાથ ધરવામાં આવેલ. આ વર્ગીકૃત સંશોધન દ્વારા બચાવ કામગીરી અને ઈલેટ્રોનિક ઈન્ટરસેપ્ટ મીશનમાં તેનો સંભવિત ઉપયોગનું વિશ્લેષણ હાથ ધરવા કરાયેલ. આજે આ ક્ષેત્રમાં સંશોધનના ૩ મુખ્ય ક્ષેત્રો વીજ પુરવઠો, ફ્લાઈટ અને ‘રોબોટ સ્વાર્મ્સ’નો ઉપયોગ છે. રોબોટ સ્વાર્મ્સ એટલે માઈક્રોરોબોટ્સનું ટોળું જે નિશ્ચિત લક્ષ્યને હાંસલ કરવા એકસમાન કાર્ય કરે છે. આ રોબોટ તેમની હલનચલનનું સંકલન કરવા માટે WiFi જેવા સિગ્નલ્સનો ઉપયોગ કરે છે. ઈન્સ્પાયર્ડ બાય નેચર (કુદરતથી પ્રેરિત) માઈક્રોસ્કોપિક રોબોટ્સમાં મેક્રો ટેકનીક લાગુ કરવામાં નડતા પડકારોને દૂર કરવા ડેવલપર્સ બાયોમિમિટીક્સનો ઉપયોગ કરે છે. બાયોમિમિટીક્સ એટલે માનવીય સમસ્યાઓને હલ કરવા માટે ઉપયોગી કુદરતી રીત અને સંભવતઃ ટેકનોલોજીમાં તેનું અમલીકરણ. દા. ત. બાયોલોજીકલ મોટર્સનો ઉપયોગ ઉર્જા પૂરવઠા માટે મોટી બેટરી ન ધરાવતા સુક્ષ્મ રોબોટ્સમાં ઉર્જા સ્ત્રોત પૂરો પાડવા થાય છે ચાઈલ્ડ્સ પ્લે (રમકડું) છેલ્લા કેટલાક વર્ષોથી રમકડા તરીકે માઈક્રો રોબોટ્સ ઘણા લોકપ્રિય થયા છે, જેમાં Hexbug જેવી બ્રાન્ડ બાળકો માટેના મૈત્રીપૂર્ણ માઈક્રોરોબોટ્સ બનાવે છે. ભવિષ્યમાં વિકાસની સાથે સાથે દેખાવે આકર્ષક લાગતા આ રોબોટ્સનો અનેક સંભવિત કામગીરીઓમાં ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારના રોબોટ્સનો શોધ અને બચાવ કામગીરીઓમાં વિસ્તૃત રીતે ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારના રોબોટ્સમાં હજુ પણ ઘણા સંશોધનનો અવકાશ છે. ડૉમેસ્ટિક એન્ડ ફ્લોર ક્લીનીંગ (ઘરકામ અને ભોંયતળીયાની સફાઈ) ધી હાઉસકીપીંગ સ્ટાફ યંત્રો, કોઈ વિશેષ દેખરેખ વગર ચલાવી શકાય તેટલા વિકસીત થઈ ગયા છે. અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ થકી આ યંત્રો ઘરમાં ફરતે તેમનો માર્ગ શોધી તેમાં ફીટ કરેલ પ્રોગામ મુજબ કામો કરે છે તથા રીફીલ અને રીચાર્જ માટે પણ તમને ચેતવે છે. આ સંદર્ભમાં ઑયસ્ટરબોટ આર્ટ ફ્લોર વેક્યુમ ક્લીનરનો વર્તમાન સમયનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તે ભારતમાં સૌથી ઝડપી ક્લીનીંગ બોટનું બિરુદ ધરાવે છે અને સૌથી વધુ બેટરીની લાઈફ પૂરી પાડે છે. તેમાં પાણીની ટાંકી હોય છે જેનાથી ભીનુ પોતું થાય છે. તે કોઈપણ હસ્તક્ષેપ વગર સ્વયંસંચાલિત રીતે તમારા ઘરની સાફસફાઈ કરે છે. બીજીબાજુ ડ્રાય ક્લીનીંગ કરતો ‘સ્વેશ’ રોબોટ છે જે તમારા કપડાંને કોઈપણ બાહ્ય સામગ્રી જેમ કે પાણી કે પેટ્રોલીયમ આધારીત પ્રવાહી વગર ૧૦ જ મિનિટમાં ધોઈને ઈસ્ત્રી કરી આપે છે. જેનાથી તમારા કપડા લાંબા સમય સુધી ટકે છે અને સમય તથા પૈસા પણ બચે છે. ઓટોનોમસ (સ્વાયત્ત) હોમ સર્વિસ એક તંદુરસ્ત જીવન માટે ઘરના કામો મહત્વપૂર્ણ છે પણ તેના મટે સમય અને શક્તિ જોઈએ. તેની આપણે ખાસ કરીને નવી પેઢી વારંવાર ઉપેક્ષા કરે છે. ઘરમાં કચરા-પોતું કરવાથી સ્નાયુઓને થાક લાગે છે અને ક્યારેય મચકોડ પણ આવે છે. માટે ઘરકામમાં રોબોટીક્સનો ઉપયોગ કરવો સ્વભાવિક થતું જાય છે. જ્યારે આપણી આજુબાજુ ઓટોમેટીક વોશીંગ મશીન, ડીશવોશર્સ વિગેર જેવા મશીનો ઘણા સમયથી છે. જ્યારે ઘરકામમાં ઉપયોગી અન્ય બીજા ઉપકરણો પણ આજે આપણો સમાજ અપનાવી રહ્યો છે.
તમારી સમજશક્તિથી વધુ કામ
अधिक जानकारी :