x
Book Ticket
Fees & Timing
Cart

History Gallery

Description :

History Gallery Timeline Panel 

A discussion about robots naturally leads to a debate about the future. However, we can trace back many of the robotics technologies in our history. 

The concept of humanoids and automatons were refined by the likes of Leonardo da Vinci in the 15th and 16th centuries, and later, in the 17th century through Japanese Karakuri puppets. 

In 1950s, we saw the first industrial application of robots. It was a remarkable era linked to the rapid growth of robotics. Many inventions, such as the silver arm or delta pick and place robots, have since contributed to industrialization. 

Science fiction is also tied to robotics. Introduced in 1950, 'I, Robot" a novel by Issac Asimov is considered to be among the first science fiction works on robots. Cinema classics such as "Metropolis" and "Star Wars" to pulp magazines have influenced the way we think about robots. They use art to emulate a society with robots. 

Robots such as WABOT 1 and 2 or Raibert Hopper have enhanced the human-like functionality of robots, bringing robotics closer to the vision presented by science fiction. 

WABOT 2 showcases the application of robotics in arts, much like the automaton trumpet player. Apart from playing music, some robots can paint or even dance! 

The final frontier, space, depends on rovers and robots to study other planets. Apart from rovers, many other inventions are expected to assist in space exploration. 

The research in robotics has the potential to revolutionize many industries. Witness some of the landmark contributions in the history of robotics, which led to intelligent robots that we see today. 


Leonardo’s Robot 

Built by Leonardo da Vinci in 1495, the robot was a humanoid automaton. The robot is clad in medieval armour that resembles the armoury of Germany and Italy. Several sketchbooks were discovered in the 1950s that demonstrated design notes of the robot.

Leonardo is said to have displayed this robot in 1495 at the court of Milan. 

It could sit, stand, maneuver its arms and raise its visor by making use of cables and pulleys. 

Its jaw was anatomically perfect. 

It was later re-created using the designs and found to be functional. 



Clockwork Prayer 

This mechanical masterpiece was designed and built by the consummate clockmaker, JuaneloTurriano in the 16th century. The clockwork monk is a self-acting device and all its mechanisms are hidden under its cloak. Created as a symbol of religion, it is a true tribute to human ability today. 

Even after 450 years, this robot is fully operational. It can move its arms and mouth in prayer. 

It turns its body after every 20 inches of motion and glances to its left and right by moving its head. 

Each time it raises its eyes, it looks at the cross.

KarakuriPuppets 

Karakuri puppets are traditional Japanese automata, designed between the 17th and 19th century. Karakuri is a Japanese word meaning “tricks” or “mechanisms.” This robot is extremely entertaining due to its fascinating gestures. 

This robot is embedded in the tradition of Karakuri, known for concealing technology and evoking emotions in people.

Karakuri puppets were the beginning of Japan’s love and passion for robots and technology. 

These puppets use subtle hand movements that are often abstract and do not have any reason or logic behind them. 


Trumpet Player 

Designed in 1810 by Johann Friedrich Kaufmann, the trumpet player is on display today at the Deutsches Museum, Munich (Germany). It is the figure of a man wearing a Spanish costume. His lungs are represented by leather bellows that imitate the sound of a trumpet. 

The most remarkable quality of this robot is its ability to produce dual sounds without compromising on its quality, purity, and strength. ● The genius of Kaufmann lies in his knowledge of music, mechanics and mathematics. 


Maria Machinenmensch 

Maschinenmensch is German word for “machine person.” It is a one-of-a-kind robot, based on the character of Maria from the cult classic, Metropolis. It was created by Rotwang based on Maria’s character in the novel and the film. The character in the film is played by the German actress Brigitte Helm, who plays the role of both the robot and its human incarnation in the movie. Maschinenmensch was destroyed in the novel as well as during filming. 

Although several replicas of this robot have been made, it is still a mystery as to what happened to the original German robot.


Unimate 

Unimate was the first-ever industrial robot that was put into use. It worked in production on a General Motors assembly line in New Jersey. The robot was built in the 1950s by George Devol. It was created to work on machinery, especially handling apparatus and controlling them. 

Devol and his business associate Joseph Engelberger also started Unimation, the first-ever robot manufacturing company in the world.

The robot proved to be handy and undertook complicated tasks that would have been dangerous for the workers. This work included working on welding and transporting die castings.

Dalek

The Daleks are a fictional race of mutants as seen in the popular British TV series, Doctor Who. Daleks were portrayed as extremely violent, pitiless and merciless cyborg aliens, based on the Nazis. This is why the robots possess characteristics that instill fear in everyone. 

The robot has been designed by Raymond Cusick and created by the writer of Doctor Who, Terry Nation.

It was given the title of “the all-time greatest monster” by the readers of a science fiction magazine SFX. in 2010.

Rob Hull from Doncaster, South Yorkshire holds the official world record for the largest collection of Daleks in the world. 

WABOT 1 

WABOT 1 is an anthropomorphic robot developed by Ichiro Kato at the Japanese Waseda University and released in 1970. It is short for Waseda Robot and is the intelligent predecessor of WABOT 2. This robot, known for its human-esque characteristics, works on a vision and limb control system. It can even talk in Japanese. 

KUKA

Jacob Knappich and Josef Keller built the first KUKA robot in 1898 with the purpose of providing cost-effective illumination. The KUKA Automation Company aims to empower industries by equipping them with a multitude of innovative robotics. KUKA Robots has changed the face of robotics. 

All the robots from Kuka Robotics are programmed to work in industries and are self-operational. 

These robots can perform several tasks such as welding and handling the apparatus. 

The company designed the world’s first industrial robot with 6 electromechanical drive axes. 


Silver Arm

David Silver from MIT was the primary creative head and developer behind the Silver Arm. This enhanced robotic arm was created to mimic the motions of human hands and fingers using distinct motor control. The Silver Arm is a true testament to automation. 

It was built in 1974 and performed precise assembly, utilizing pressure sensors, touch sensors and a microcomputer.

It was a fully functional and operational robotic arm, capable of replicating the fine movements of human hands.

This robotic hand was a great feat in the history of robotics.


Star Wars

Star Wars is a classic that has gained a fan following among both scientific and non-scientific communities. From R2-D2, C-3PO to BB8, Star Wars has a dense history of robots with an innate ability to replicate humans. 

It was speculated that these robots might one day replace humans. 

Though some may fear replacement by such robots, in the film, robots mostly assisted human life forms instead of replacing them.

C-3PO is an admired protocol droid that was designed to be capable of translation, etiquette, and customs. 

Delta Robots 

Delta robots are parallel robots and consist of three arms that are connected at the base to universal joints. Parallelograms are used to maintain perfect orientation. Delta robots are used in factories and industries due to their speed in picking and packaging and can perform 300 picks or more in a minute. 

They were invented in the early 1980s and were popularly known as parallel arm robots, or pick and place robots.

These robots can also manipulate small and light objects at an amazingly high speed. 

They have an intricate design and are made to operate exceptionally in industrial setups.


Direct Drive Arm 

The Direct Drive Arm was designed and built by Takeo Kanade. This is the best method designed till date for mechanical arms. This is due to the fact that they can move smoothly and with precision even at high speeds, which is achieved by replacing the transmission mechanisms involved between the loads and the motors. 

The success of this robot led to further improvements resulting in Direct Drive Arm II. 

Both these arms are technological breakthroughs in the field of robotic mechanics. 


SCARA 

SCARA is the acronym for Selective Compliance Assembly/Articulated Robot Arm. It was created in 1981 under the guidance of a professor named Hiroshi Makino. It is effective for a variety of assembly operations due to its cleaner and faster motion such as loading/unloading, packaging, pick & place, etc. .

The SCARA 4-axis robots were designed to fulfill stringent requirements in fields like automotive, pharmaceuticals, electrical and food sectors. 

They can also handle sorting, spacing, piling, and palletization in factories without breaking a sweat and at superfast speed


Raibert Hopper 

Raibert Hopper earned its name because of its one leg. It can be considered proof that robots might be agile like human beings and walk or run someday. This is why Raibert Hopper is considered a milestone in the history of robotics. 

This robot was designed by Marc Raibert in 1980 at a Leg Laboratory at the Carnegie Mellon. 

His theory was that just like humans; robots also rely on some kind of motion for their stability. 

He applied those theories in Hopper, and this robot turned out to be a grand success

WABOT 2 

WABOT 2 was developed by Waseda University in Japan in 1984 and perfectly mimicked the movements of a human hand. WABOT 2 is a humanoid that accomplishes artistic activities such as playing keyboard instruments. The developers, Sumitomo Electric Industries Ltd. demonstrated it at Expo 85. 

It has hands and legs to tap the keys and manage the expression pedals softly. 

Its design also includes ears and a mouth to ensure a seamless conversation with humans. 

The robot also possesses a pair of eyes to read a musical score easily. 

Johnny 5

Johnny 5 is the robot from the movie Short Circuit, an action comedy directed by John Badham. The plot of the film revolves around an experimental military robot. This robot is struck by lightning in the movie after which it gains human-like intelligence. 

In the movie, Johnny Five had emotions and was self-aware. 

The robot was designed by Dr. Newton Crosby and Benjamin Jahrvi. 

It was constructed in the Robotics Division by Nova Laboratories Inc. as a robotic soldier that had military applications. 

Sojourner 

The Sojourner Mars Rover was a part of the Mars Pathfinder mission conducted by NASA. The objective of the mission was to get science equipment to Mars in a low budget form factor. The mission commenced on December 4th, 1996 and the rover landed on Mars on July 4th, 1997 at Ares Vallis. The primary objective of the Sojourner was to study the Mars terrain and record the performance of the micro vehicles on unknown terrain. 

The Sojourner sports solar panels that lend it enough power to move around Mars. 

The Rover has front and rear cameras to click pictures of the Martian surface. 

To study soil composition, the Rover sported an Alpha Proton X-Ray Spectrometer (APXS). 

The Sojourner’s mission was proposed to be for 7 sols (Solar days on Mars). However, it functioned for a whopping 83 sols, sending pictures and data of Mars on its time on the red planet. 




History Gallery

વધુ વિગત :

ઈતિહાસ ગેલેરી ટાઈમલાઈન પેનલ

રોબોટ અંગેની ચર્ચાઓ આપણને ભવિષ્ય અંગે વિચારતા કરી મુકે છે. જો કે ઈતિહાસમાંથી આપણે ઘણી રોબોટીક તકનીકોની જાણકારી મેળવી શકીએ છીએ.

૧૫મી અને ૧૬મી સદીમાં લીયોનાર્ડો દા વિન્ચી દ્વારા અને ત્યારબાદ ૧૭મી સદીમાં જાપાનીઝ કારાકુરી પપેટ્સ થકી હ્યુમનોઈડ્સ અને ઑટોમેટન્સની કલ્પનાને વધુ બારીકાઈથી રજૂ કરવામાં આવી.

૧૯૫૦માં આપણે ઉદ્યોગોમાં સૌ પ્રથમ રોબોટ્સનો ઉપયોગ જોયો. રોબોટિક્સની ઝડપી વિકાસની સાથે જોડાયેલ આ એક ઉલ્લેખનીય યુગ હતો. અનેક શોધો જેવીકે સિલ્વર આર્મ કે ડેલ્ટા પીક અને પ્લેસ રોબોટ્સ વિગેરેએ ઔદ્યોગિકરણમાં મોટું યોગદાન આપ્યું

વૈજ્ઞાનિક કાલ્પનિક કથાઓ પણ રોબોટિક્સ સાથે જોડાયેલી છે. ૧૯૫૦માં IssacAsiomovદ્વારા રજૂ થયેલ ‘I Robot’ નવલકથા રોબોટ પર સૌપ્રથમ વિજ્ઞાનિક કથાઓ પૈકીની એક માનવામાં આવે છે. ક્લાસિક સિનેમા કૃતિઓ જેમ કે મેટ્રોપોલિસ તથા સ્ટારવોર્સ થી લઈને સામયિકો એ રોબોટ વિશે આપણા વિચારોને પ્રભાવિત કર્યા છે. તે સમાજ નું અનુકરણ રોબોટ સાથે કરવા કલાનો ઉપયોગ કરે છે.

WABOT 1 અને 2 કે Raibert Hopper જેવા રોબોટ્સે , રોબોટ ની મનુષ્ય જેવી કાર્યક્ષમતા માં વધારો કર્યો છે અને રોબોટિક્સને વૈજ્ઞાનિક કાલ્પનિક કથાઓ માં રજૂ કરાયેલ દ્રષ્ટિકોણ થી વધુ નજીક લાવ્યા છે.

WABOT 2 ઓટોમેન્ટ ટ્રમ્પેટ વગાડનારની જેમ કલામાં રોબોટિક્સના ઉપયોગોને દર્શાવે છે. સંગીત વગાડવા ઉપરાંત કેટલાક રોબોટ્સ ચિત્ર પણ દોરી શકે છે તો કેટલાક નાચી પણ શકે છે.

અંતિમ પડાવ, અવકાશ, અન્ય ગ્રહોનો અભ્યાસ માટે રોવર્સ અને રોબોટ્સ પર નિર્ભર કરે છે. રોવર્સ ઉપરાંત અન્ય ઘણી શોધો અંતરિક્ષ સંશોધન માં સહાયરૂપ બનશે તેવી અપેક્ષા છે.

રોબોટિક્સ સંશોધન ઘણા ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. રોબોટિક્સનો ઈતિહાસ કેટલીક ઐતિહાસિક યોગદાનોનો સાક્ષી છે જેના કારણે આજે આપણે બુદ્ધિશાળી રોબોટ્સ જોઇ શકીએ છીએ.


લીઓનાર્ડોનો રોબોટ

૧૪૯૫માં લીઓનાર્ડો દા વિન્સી દ્વારા નિર્મિત આ રોબોટ હ્યુમોનોઈડ ઓટોમેટન (માનવ સદ્રશ સ્વયંસંચાલિત) હતું આ રોબોટ એક મધ્યકાલીન બખ્તર થી આવરીત છે જે જર્મની અને ઈટલીના શસ્ત્રભંડાર માં રાખેલ બખ્તર જેવો લાગતો હતો. ૧૯૫૦ના દસકામાં અનેક રેખાચિત્રો દોરેલા પુસ્તકોની શોધ થઈ હતી જેમાં આ રોબોટની ડીઝાઈન નિદર્શિત કરવામાં આવી હતી.

કહેવાય છે કે લીઓનાર્ડોએ આ રોબોટ ૧૯૪૫માં કોર્ટ ઑફ મિલન ખાતે પ્રદર્શીત કર્યો હતો.

આ રોબોટ તેની ભૂજાઓ વાળી શકે છે બેસી શકે છે , ઉભો રહી શકે છે તથા કેબલ્સ અને પુલીની મદદથી તેનું વાઈઝર આગળ પાછળ કરી શકે છે.

તેના જડબાની શારીરિક રચના પરીપૂર્ણ હતી.

ત્યારબાદ ડીઝાઈનનો ઉપયોગ કરી ફરીથી તૈયાર કરવામાં આવ્યો અને તે કાર્યરત જણાયો હતો .


ક્લૉકવર્ક પ્લેયર

આ યાંત્રિક કૃતિ ઉત્કૃષ્ટ કૌશલ્ય ઘડીયાળ નિર્માતા જુઆનેલો તુરીયાનો દ્વારા ૧૬મી સદીમાં ડીઝાઈન અને નિર્માણ કરવામાં આવી હતી. ક્લોકવર્ક મોંક સ્વ-અભિનય કરતું ઉપકરણ છે અને તેની બધી કાર્યપદ્ધતિ તેના આવરણ હેઢળ છુપાયેલી છે. એક ધાર્મિક પ્રતિક તરીકે તૈયાર કરાયેલ આ કૃતિ આજે માનવ ક્ષમતા નું સાચું ઋણ પ્રદર્શન કરે છે.

૪૫૦ વર્ષો પછી પણ આ રોબોટ સંપૂર્ણપણે કાર્યરત છે. પ્રાર્થનામાં તે તેની ભૂજાઓ અને મોઢું હલાવી શકે છે.

તે તેના શરીરને દર ૨૦ ઈંચની ગતિ બાદ ઘુમાવે છે અને તેનું મસ્તક ફેરવીને ડાબે-જમણે જોઈ શકે છે.

દરેક વખતે જ્યારે તે તેની આંખ ઉંચી કરે છે તે ક્રોસ તરફ જુએ છે.

કારાકુરી પપેટ્સ (કઠપૂતળીઓ)

કારાકુરી પપેટ્સ એ પારંપરિક જાપાનીઝ ઓટોમેટા છે જેને ૧૭મી અને ૧૯મી શતાબ્દીના સમયગાળામાં રચવામાં આવ્યા હતા. કારાકુરી એક જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘યુક્તિઓ’ કે ‘યાંત્રિક રચનાઓ’. આ રોબોટ તેના મંત્રમુગ્ધ કરતા હલનચલનના કારણે ખૂબ જ મનોરંજક બન્યો છે.

આ રોબોટ જાણે કે કારાકુરીની પરંપરાઓમાં વણાઈ ગયો છે જે ટેકનોલોજી દર્શાવ્યા સિવાય લોકોમાં સંવેદનાઓ જતાવવા માટે જાણીતો છે.

કારાકુરી પપેટ્સ જાપાનીઝ લોકોનો રોબોટ્સ અને ટેકનોલોજી પ્રત્યેના પ્રેમ અને ઉત્કંઠાની શરુઆત હતી.

આ પપેટ્સ હળવેક થી હાથના હલનચલનનો ઉપયોગ કરે છે જે ઘણીવાર અમૂર્ત હોય છે અને તેની પાછળ કોઈ કારણ કે તર્ક હોતા નથી.

 ટ્રમ્પેટ પ્લેયર

જૉહાન ફ્રાઈડરીચ કૌફમેન દ્વારા ૧૮૧૦માં રચાયેલ આ ટ્રમ્પેટ પ્લેયર આજે મ્યુનિચ (જર્મની)ના ડ્યુચેઝ મ્યુઝીયમ ખાતે પ્રદર્શનમાં છે. તે સ્પેનિશ કોસ્ચ્યુમ પહેરેલ વ્યક્તિની આકૃતિ ધરાવે છે. તેના ફેફસા ચામડાની ધમણ થી દર્શાવ્યા છે જે ટ્ર્મ્પેટ ના આવાજ ની નકલ કરે છે.

આ રોબોટની નજરે ચઢતી વિશિષ્ટતા એ છે કે અવાજની ગુણવત્તા, શુદ્ધતા અને ક્ષમતામાં ફેરફાર કર્યા વગર તે બેવડા અવાજો કાઢવાની ક્ષમતા ધરાવે છે. કૉફમેનની પ્રતિભા તેના સંગીત, યાંત્રિક રચના અને ગાણિતિક આવડતમાં દ્રષ્ટિગોચર થાય છે.


મેરીયા મેશીનેનમેસ્ચ

મેશીનેનમેસ્ચ જર્મન શબ્દ યાંત્રિક મનુષ્ય માટે છે. આ એક એવા પ્રકારનો રોબોટ છે જે કલ્ટ ક્લાસિક ફિલ્મ, મેટ્રોપોલીસ ના પાત્ર મારીયા પર આધારીત છે. જેનું રોટવેંગ દ્વારા તેનું નિર્માણ કરાયેલ. ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર જર્મન બ્રીગીટ્ટે હેલ્મ દ્વારા ભજવાયું છે જેણે ફિલ્મમાં રોબોટ તથા તેના મનુષ્ય અવતાર બંનેની ભૂમિકા ભજવી છે. નવલકથામાં તથા ફિલ્મ ઉતારતી વખતે મેશીનેનમેસ્ય નાશ પામ્યું છે.

આ રોબોટની અનેક પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હોવા છતાં મૂળભૂત જર્મન રોબોટની સાથે શું બન્યું તે હજુ પણ એક રહસ્ય બની ગયું છે.

Unimate યુનીમેટ

યુનીમેટ ઔદ્યોગિક કક્ષાનો સર્વપ્રથમ ઉપયોગમાં લેવાયેલ રોબોટ છે. તેણે ન્યુજર્સીમાં જનરલ મોટર્સના એસેમ્બલી લાઈનમાં ઉત્પાદનમાં કામ કર્યું હતું. આ રોબોટ ૧૯૫૦માં જયોર્જ ડેવોલ દ્વારા તૈયાર કરાયો હતો. તેને યંત્રો ઉપર કામ કરવા, ખાસ કરીને ઉપકરણોનો ઉપયોગ કરતાં અને તેને નિયંત્રણમાં રાખવા તૈયાર કરવામાં આવેલ.

ડેવોલ અને તેના વ્યવસાયિક સહયોગી જોસેફ એંજેલબર્ગરે વિશ્વમાં રોબોટ નિર્માણ કરતી સર્વપ્રથમ કંપની યુનિમેશન શરુ કરી.

કામદારો માટે જોખમી પુરવાર થયેલ એવી કામગીરીઓ કરવા રોબોટ હાથવગો જણાયો અને ગૂંચવણભર્યા કામો કરવામાં માહિર સાબિત થયો. આ કામોમાં વેલ્ડીંગ તથા ડાઈ કાસ્ટીંગ જેવા અત્યંત જોખમી કામોનો સમાવેશ થાય છે.

ડેલેક

ડેલેક્સ એટલે પ્રચલિત બ્રિટીશ ટીવી શ્રૃંખલા ડૉક્ટર હુ માં જોવા મળતી પ્રતિકૃતિઓની કાલ્પનિક પ્રજાતિ. ડેલેકસ, નાઝીઓ આધારીત અત્યંત હિંસક, નિર્દયી, ક્રુર સાયબોર્ગ એલીયન્સ સ્વરુપે દર્શાવાયા છે. આ જ કારણ છે કે રોબોટની આવી લાક્ષણિકતા કોઈપણ વ્યક્તિમાં ભય પેદા કરી શકે છે.

રેમન્ડ ક્યુસિક દ્વારા ડીઝાઈન કરાયેલ અને ડૉક્ટર હુના લેખક ટેરી નેશન દ્વારા આ રોબોટ તૈયાર કરાયેલ.

૨૦૧૦માં તેને સાયન્સ ફીક્સન મેગેઝીનSFXના વાચકો દ્વારા ‘ધી ઑલ ટાઈમ ગ્રેટેસ્ટ મોન્સ્ટર’ (કલિકાળનો મહાકાય રાક્ષસ)નું બિરુદ આપવામાં આવ્યું હતું.

સાઉથ યોર્કશાયર સ્થિત ડૉનકેસ્ટરના રૉબહુલ પાસે વિશ્વમાં સૌથી વધુ ડેલેક્સ સંગ્રહિત કર્યાનો વિશ્વ રેકોર્ડ છે.

વેબોટ 1

WABOT1 તે જાપાની વાસેદા વિશ્વવિદ્યાલય ખાતે ઈચિરો કાટો દ્વારા તૈયાર કરાયેલ માનવરુપી રોબોટ છે અને તેને ૧૯૭૦માં રજૂ કરવામાં આવ્યો હતો. તે વાસેદા રોબોટનું ટુકું નામ છે અને તે WABOT2નો બુદ્ધિશાળી પુર્વજ છે. આ રોબોટ મનુષ્ય જેવી લાક્ષણિકતાઓ માટે જાણીતો છે તે વિઝન અને અંગ નિયંત્રણ પદ્ધતિ પર કામ કરે છે. તે જાપાનીઝ ભાષામાં વાત પણ કરી શકે છે.

WABOT 1 પદાર્થની દિશા માપી શકે છે તથા કુત્રિમ કાન, મોં, આંખો અને બ્રાહ્ય રીસેપ્ટર્સના ઉપયોગથી પદાર્થ વચ્ચેનું અંતર પણ માપી શકે છે.

WABOT 1 તેના નીચેના અંગોનો ઉપયોગ કરીને ચાલી પણ શકે છે.

તે ટેક્ટાઈલ સેન્સર્સનો ઉપયોગ કરીને પદાર્થને પકડી પણ શકે છે.

WABOT 1 તે 18 માસના બાળક જેવું દિમાગ પણ ધરાવે છે તેમ કહી શકાય. 

કુકા

જૈકબ નેપિચ અને જૉસેફ કેલ્લરે સૌપ્રથમ ૧૮૯૮માં કુકા રોબોટ બનાવ્યો જેનો હેતુ કરકસરયુક્ત પ્રકાશ પૂરો પાડવાનો હતો. કુકા ઓટોમેશન કંપનીનું ધ્યેય ઉદ્યોગોને નવીનતમ રોબોટિક્સ દ્વારા સુસજ્જ કરી સક્ષમ બનાવવાનો હતો. કુકા રોબોટે રોબોટિક્સનું ભવિષ્ય બદલી નાંખ્યું.

કુકા રોબોટીક્સના બધા જ રોબોટ્સ ઉદ્યોગોમાં કામ કરવા પ્રોગ્રામ કરાયેલા અને સ્વયં-કાર્યરત છે.

આ રોબોટ્સ વેલ્ડીંગ અને ઉપકરણોને સંચાલિત કરવા જેવી વિવિધ કામગીરી નિભાવે છે.

કંપનીએ ૬ ઈલેક્ટ્રોમીકેનકલ ડ્રાઈવ એક્સીસ સાથેનો વિશ્વનો સૌપ્રથમ ઔદ્યોગિક રોબોટ તૈયાર કર્યો.

સિલ્વર આર્મ

MITના ડેવિડ સિલ્વર આર્મ તૈયાર કરનાર મૂળભૂત અને રચનાત્મક પ્રમુખ અને ડેવલપર હતા. આ સુધારેલ રોબોટિક આર્મ માનવના હાથ જુદી જુદી મોટર અંકુશનો ઉપયોગ કરી માનવના હાથો અને આંગળીઓના હલનચલનની નકલ કરવા માટે બનાવાયેલ છે. સિલ્વર આર્મ સ્વયં સંચાલિત યંત્રનું એક નક્કર ઉદાહરણ છે.

તેને ૧૯૭૪માં તૈયાર કરાયેલો અને ચોક્કસાઇવાળી એસેમ્બલીની કામગીરી માટે , પ્રેસર સેન્સર્સ ટચ સેન્સર્સ અને માઈક્રોકન્ટ્રોલરનો ઉપયોગ, કરાયો હતો.

તેમાં સંપૂર્ણપણે કાર્યરત અને ઉપયોગમાં લેવાતા રોબોટિક હાથ હતા જે મનુષ્યના હાથોની જેમ હળવું હલનચલન કરી શકતા હતા.

રોબોટિક્સના ઈતિહાસમાં આ રોબોટીક હાથ એક મહાન ઉપલબ્ધિ હતી.

સ્ટારવોર્સ

સ્ટારવોર્સ ને વિજ્ઞાન રસિયાઓ અને સામાન્ય લોકોમાં જબરદસ્ત લોકચાહના મળી છે. R2-D2, C-3POથી લઈને BB8 સુધી સ્ટારવોર્સમાં માનવોની નકલ કરવાની પ્રાકૃતિક ક્ષમતાનો ગૂઢ ઈતિહાસ છે.

એવું અનુમાન લગાવાતું હતું કે એક દિવસ આ રોબોટ્સ માનવનું સ્થાન લઈ લેશે.

જો કે કેટલાકને આવા રોબોટ્સ દ્વારા માનવીનું સ્થાન લઈ લેવાનો ડર છે તો ફિલ્મમાં રોબોટે માનવીનું સ્થાન લઈ લેવાને બદલે માનવજીવનમાં સહાય પૂરી પાડી.

C-3PO એક પ્રશંસનીય પ્રોટોકોલ ડ્રોઈડ છે , જે અનુવાદ કરવા, શિષ્ટાચાર અને રીતરિવાજો પાળવા સક્ષમ કરાયો હતો.

ડેલ્ટા રોબોટ્સ

ડેલ્ટા રોબોટ્સ ત્રણ હાથવાળો સમાંતર રોબોટ્સ છે, જે યુનિવર્સલ જોઈન્ટના આધાર સાથે જોડાયેલો છે. ચોક્કસ ઓરીએટેંશન જાળવવા માટે સમાંતરભુજચતુષ્કોણનો ઉપયોગ કરાયો છે. માલસામાન ઉઠાવવા અને પેકેજીંગ કરવાની તેની ઝડપને લીધે આ ડેલ્ટા રોબોટ્સ કારખાનાઓ અને ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે જે એક મિનિટમાં 300 કે તેથી વધુ વખત ઉઠાવવાની કામગીરી કરી શકે છે.

૧૯૮૦ની શરુમાં તેનુ સંશોધન થયું હતું અને સમાંતર ભૂજા ધરાવતા કે પીક એન્ડ પ્લેસ રોબોટ્સ તરીકે પ્રચલિત થયા.

આ રોબોટ્સ આશ્ચર્યજનક ઝડપથી નાના અને હળવા પદાર્થોની હેરફેર કરી શકે છે.

તેમાં એક જટીલ ડીઝાઈન છે અને ઔદ્યોગિક એકમોના સ્થાપનમાં અસાધારણ રીતે કામ કરવા તૈયાર કરાયા છે.


ડાયરેક્ટ ડ્રાઈવ આર્મ

ટેકઓ કનાડે દ્વારા રોબોટ ડાયરેક્ટ ડ્રાઈવ આર્મ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મીકેનીકલ હાથ તૈયાર કરવા માટે અત્યારસુધી ઉપયોગમાં લેવાયેલ શ્રેષ્ઠ ડીઝાઈન હતી. જેનું કારણ એ હતું કે તે ખૂબ જ આસાનીથી તથા ઝડપી ગતિએ પણ ચોક્સાઈથી ફરી શકતો જેના માટે લોડ અને મોટર્સ વચ્ચે સંકળાયેલ ટ્રાન્સમીશન મીકેનીઝમ ફેરબદલ કરવામાં આવી હતી.

આ રોબોટની સફળતાથી પ્રેરાઈને તેમાં સુધારા કરીને Direct Drive Arm II તૈયાર કરવામાં આવ્યો.

રોબોટીક મીકેનીક્સના ક્ષેત્રમાં આ બંને આર્મ્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ મોટી સફળતા છે.

સ્કારા

SCARA સીલેક્ટીવ કમ્પ્લાયન્સ એસેમ્બી/આર્ટીક્યુલેટેડ રોબોટ આર્મ માટેનું ટુંકુ રૂપ છે. તેને ૧૯૮૧માં હિરોશી મેકીનો નામના પ્રોફેસરના માર્ગદર્શનમાં તૈયાર કરાયો હતો. તેના સ્પષ્ટ અને ઝડપી ગતિના કારણે વિભિન્ન એસેમ્બલી કામગીરીઓ જેવી કે માલનું લોડીંગ/અનલોડીંગ, પેકેજીંગ, પિક એન્ડ પેક્સ વિગેરેમાં ખૂબ અસરકારક કામગીરી બજાવે છે.

SCARA 4-axis રોબોટ્સની રચના ઓટોમેટીવ, ફાર્માસ્યુટીકલ્સ, ઈલેકટ્રીકલ અને ફુડ સેક્ટર્સ જેવા મુશ્કેલ આવશ્યકતાઓ પૂર્ણ કરવા થઈ હતી.

રેઈબર્ટ હોપર

રેઈબર્ટ હોપરનું નામ તેના એક પગના કારણે પડ્યું. તે એ વાતનું પ્રમાણ માની શકાય કે રોબોટ પણ મનુષ્યની જેમ ચાલી શકશે કે દોડી શકશે. માટે રેઈબર્ટ હુપરને રોબોટીક્સના ઈતિહાસમાં સીમાચિહ્ન રુપે આલેખવામાં આવે છે.

આ રોબોટ માર્ક રેઈબર્ટ દ્વારા ૧૯૮૦માં કાર્નેજાઈ મેલોનની લેગ લેબોરેટરીમાં તૈયાર કરાયેલ.

તેમનો સિદ્ધાંત એ હતો કે મનુષ્યની જેમ રોબોટ્સ તેમની સ્થિરતા માટે કોઈક પ્રકારની ગતિ પર આધાર રાખે છે.

તેમણે આ સિદ્ધાંતોને હોપરમાં લાગુ કર્યા અને આ રોબોટ ભવ્ય સફળતા પામ્યો.

વેબોટ 2

જાપાનની વાસેદા વિશ્વવિદ્યાલય દ્વારા ૧૯૮૪ માં વેબોટ 2 તૈયાર કરવામાં આવ્યો જે મનુષ્યના હાથની હલનચલનની સંપૂર્ણ નકલ કરી શકતો હતો. વેબોટ 2 એક માનવસદશ છે જે કલાત્મક પ્રવૃત્તિઓ જેવી કે કીબોર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવા વિગેરે પૂરી કરી શકતો હતો. તેના ડેવલપર સુમિટોમો ઈલેકટ્રીકલ ઈન્ડસ્ટ્રીઝ લી. એ તેને Expo ૮૫માં પ્રદર્શિત કર્યો હતો.

કી (બટન)ને ઝીલવા અને એક્સ્પ્રેસન પેડલ્સને હળવેક થી સંચાલિત કરવા તેના હાથ-પગ છે.

તેની રચનામાં તેને કાન અને મોઢું પણ છે જેથી મનુષ્ય સાથે હળીમળીને વાર્તાલાપ કરી શકે છે.

આ રોબોટને બંને આંખોની જોડી પણ છે જે સંગીતના સ્કોરને સરળતાથી વાંચી શકે છે.

જોની 5

જોની બેધમ દ્વારા દિગ્દર્શીત એક્સન કોમેડી ફિલ્મ શોર્ટ સર્કિટનો આ રોબોટ જોની ૫ છે. ફિલ્મની વાર્તામાં એક પ્રાયોગિક લશ્કરી રોબોટની આસપાસ ચકરાવા લે છે. ફિલ્મમાં આ રોબોટ પર વીજળી ત્રાટકવાથી તેનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેનામાં મનુષ્ય જેવી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે.

ફિલ્મમાં ‘જોની-૫’ માં સંવેદના હતી અને તે સ્વજાગૃત હતો

ડૉ. ન્યુટોન ક્રોસ્બી અને બેન્જામીન જહર્વી દ્વારા આ રોબોટની રચના કરવામાં આવેલ.

નોવા લેબોરેટરી ઈન્કોર્પોરેશન દ્વારા રોબોટિક્સ વિભાગમાં તેને રોબોટીક સૈનિકની માફક લશ્કરી કામગીરી માટે તૈયાર કરવામાં આવેલ.

સોજોર્નર

ધી સોજોર્નર માર્સ રોવર એ નાસા દ્વારા હાથ ધરાયેલ માર્સ પાથફાઈન્ડર મિશનનો એક ભાગ હતો. આ મિશનનો ઉદ્દેશ્ય ઓછા ખર્ચે ફોર્મ ફેક્ટરમાં મંગળ ગ્રહ ઉપર વૈજ્ઞાનિક ઉપકરણો મોકલવાનો હતો. આ મિશનની શરુઆત ૪ ડીસેમ્બર ૧૯૯૬ થી થઈ અને રોવર ૪ થી જુલાઈ ૧૯૯૭ના રોજ એરેસ વાલીસ ખાતે ઉતર્યુ. સોજોર્નરનો મૂળભૂત ઉદ્દેશ્ય મંગળ પ્રદેશનો અભ્યાસ કરવાનો તથા અજાણ્યા ગ્રહ પર માઈક્રો વ્હીકલ્સની કામગીરી નોંધવાનો હતો.

સોજોર્નર સ્પોર્ટ્સ પેનલ્સ તેને મંગળની ફરતે ઘુમતો રાખવા પૂરતી ઉર્જા પૂરી પાડે છે.

મંગળ ગ્રહની સપાટીના ફોટા પાડવા માટે રોવરમાં આગળ અને પાછળ કેમેરા છે

ત્યાંની માટીની સંરચનાનો અભ્યાસ કરવા માટે રોવરમાં Alpha Proton X-Ray Spectrometer (APXS) બેસાડેલ છે.

સોજોર્નરનું મિશન ૭ સોલ્સ (મંગળ પરના સૂર્યના દિવસો) માટે પ્રસ્તાવિત કરાયેલ. જો કે તેણે લાલ ગ્રહ પર પોતાના સમયે મંગળ ગ્રહની તસવીર અને ડેટા મોકલવા માટે ભારેખમ 83 સોલ્સ કામગીરી નિભાવી.





History Gallery

अधिक जानकारी :