
Description :
વધુ વિગત :
અવકાશમાં વિચરતું મશીન સ્પેસ રોબોટ્સને બ્રહ્માંડના અન્ય પ્રદેશોનું અન્વેષણ કરવામાં સહાયક બનવા તૈયાર કરાયા છે. કોઈ માનવને અવકાશમાં મોકલ્યા વગર બ્રહ્માંડને સારી રીતે સમજવા કે માનવી માટે મુશ્કેલ કે જોખમી એવા વિશિષ્ટ ગ્રહને સમજવામાં અવકાશયાત્રીઓને સહાય કરે છે. હ્યુમનોઈડ્સ થી લઈને રોવર્સ સુધીના અનેકવિધ સ્વરુપે સ્પેસ રોબોટ્સ તૈયાર કરાય છે. આ યંત્રોની રચના આપણે પૃથ્વી પર ઉપયોગમાં લેતા રોબોટ્સ કરતાં તદ્દન ભિન્ન પ્રકારે હોય છે, કેમ કે તે દૂર અંતરિક્ષમાં વાયુમંડળની આત્યંતિક પરિસ્થિતિમાં કામ કરવા તૈયાર કરાય છે. પર્યાવરણના અભ્યાસઅર્થે સ્પેસ રોબોટને અન્ય ગ્રહ પર અથવા તો નિશ્ચિત સ્થાને મોકલવામાં આવે છે. આસપાસની દરેક વસ્તુનો તે અભ્યાસ કરી શકે તે માટે તેમાં વિવિધ સેન્સર્સ અને સ્કેનર્સ બેસાડેલા હોય છે. ત્યારબાદ એકત્રિત કરાયેલ ડેટાને તે સંશોધન માટે પૃથ્વી પર મોકલી આપે છે. સ્પેસ (અવકાશી) મીકેનીક સ્પેસ રોબોટ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો નિકાલ કરી શકાય છે. એકવાર તેમને તેમના લક્ષ્ય પર મોકલી દેવામાં આવે પછી તે વર્ષો સુધી કામ કરતાં રહે છે અને તેના મુખ્ય ઘટકો/અંગો ક્ષતિગ્રસ્ત થાય ત્યારે જ તે અટકે છે. ક્યારેક અવકાશી શટલ્સ કે અવકાશી મથકોમાં બાંધકામ અને મરામત કાર્યની જરુર પડે છે. જો કે કોઈ માનવ પાસે આવું કામ કરાવવું તમામ જોખમોથી ભરેલું હોય છે. કિરણોત્સર્ગ અને અસહ્ય તાપમાનના સંપર્કમાં આવવું માનવ માટે જીવલેણ નીવડી શકે છે. આ તે કામનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે જ્યાં સમાવિષ્ટ તમામ જોખમોને પાર કરીને આ કામ રોબોટ ખૂબ જ સરળતાથી પુરું કરે છે. નાસાના અવકાશી રોબોટના કેટલાક દ્રષ્ટાંતોમાં Robonaut, RASSOR, Spidernaut, ATHLETE, Dextre, SPHERES, Curiosityઅને Pioneerનો સમાવેશ થાય છે. નો ઉપયોગ કરીને ડીસ્પ્લે ઉપર દ્રશ્ય રજૂ થાય છે. GaëlLangevin દ્વારા શોધાયેલ InMoovએક ઑપન સોર્સ, 3D printable humanoid છે.
अधिक जानकारी :
मशीनें, दी स्पेस नोमेड्स दूसरे ग्रहों की दुनिया का पता लगाने में हमारी मदद करने के लिए स्पेस रोबोट बनाए गए हैं। ये रोबोट किसी इंसान को दूसरे ग्रह पर भेजे बगैर भी उस ग्रह के बारे में विस्तार से जानकारी पाने में हमारी मदद करते हैं या फिर अंतरिक्ष-यात्रियों की उन कार्यों में मदद करते हैं जो इंसानों के लिए कठिन या जोखिम भरे हो सकते हैं। ह्यूमनॉइड से लेकर रोवर तक स्पेस रोबोट के रूप-रंगों में बनाए जाते हैं। इन मशीनों को पृथ्वी पर प्रयोग में आने वाले रोबोटों की अपेक्षा बहुत अलग तरीके से डिजाइन किया जाता है क्योंकि स्पेस रोबोट जमीन से लेकर अंतरिक्ष और वातावरण की आत्यंतिक परिस्थितियों में काम करने के लिए निर्मित किए जाते हैं। स्पेस रोबोट को वातावरण का अध्ययन करने के लिए या तो दूसरे ग्रहों पर या फिर अंतरिक्ष के किसी विशेष हिस्से में भेजा जाता है। इसमें कई सेंसर और स्कैनर लगे होते हैं जिनकी मदद से ये रोबोट अपने आसपास की चीजों का अध्ययन करते हैं। फिर उनके द्वारा संग्रहित किया गया डाटा पृथ्वी पर शोधकार्यों के लिए भेज दिया जाता है। दी स्पेस मैकेनिक स्पेस रोबोट्स का सबसे बड़ा लाभ यह है कि खराब होने पर इन्हें बदला जा सकता है। जब उन्हें मिशन के लिए भेजा जाता है , तो वे सालों तक काम करते रहते हैं और ये काम करना तभी बंद कर देते हैं जब इनके मुख्य पुर्ज़े खराब हो जाते हैं। कभी-कभी स्पेस शटल या अंतरिक्ष स्टेशनों में नए निर्माण या मरम्मत की ज़रूरत होती है। लेकिन किसी इंसान को ऐसा करने के लिए भेजने पर, कई प्रकार की खतरनाक परिस्थितियों का सामना करना पड़ता है। रेडिएशन और अत्यधिक तापमान इंसानों के लिए प्राणघातक हो सकता है। यह ऐसे कार्यों का बेहतरीन उदाहरण हैं जो एक रोबोट सभी जोखिमों को समझकर अपेक्षाकृत आसानी से कर सकते हैं। नासा में स्पेस रोबोट्स के कुछ उदाहरण हैं - रोबो नॉट, रॉसौर, स्पाइडर नॉट, एथेलीट, डेक्सट्रे, स्फीयर्स, क्यूरिऑसिटी और पायनियर। डिस्प्ले पर दिखाई देने वाले विज़ुअल दृश्य इन मूव रोबोट का प्रयोग करके प्राप्त किए जाते हैं। इनमूव एक मुक्त स्रोत वाला 3डी प्रिंट सक्षम ह्यूमनॉइड है जिसे गैल लांगेविन ने बनाया था।